જયપુર: રાજસ્થાન વિધાનસભામાં સચિન પાયલટની સીટને લઈને વિવાદ થઈ શકે છે. વાત જાણે એમ છે કે વિધાનસભામાં સચિન પાયલટની સીટ બદલાઈ ગઈ. તેમને અપક્ષ ધારાસભ્યો સાથે બેસાડવામાં આવ્યાં. સચિન પાયલટ અને તેમના સમર્થક વિધાયકોને ગેલેરીમાં લાગેલી ખુરશી પર બેસાડવામાં આવ્યાં. એવું પણ કહેવાઈ રહ્યું છે કે સચિન પાયલટ જૂથને જાણી જોઈને અલગ થલગ રાખવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભામાં બોલતા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે કહ્યું કે 'પહેલા જ્યારે ત્યાં બેસતો હતો ત્યારે હું સુરક્ષિત હતો સરકારનો ભાગ હતો. મેં વિચાર્યું કે મારા અધ્યક્ષ અને ચીફ વ્હિપ સાહેબે મારી સીટ અહીં કેમ રાખી છે. ત્યારે મે બે મિનિટ વિચાર્યું તો જોયુ કે આ સરહદ છે અને સરહદ પર કોને મોકલવામાં આવે છે સૌથી મજબૂત યોદ્ધાને...'


સચિન પાયલટે વધુમાં કહ્યું કે ' ભલે તે મારા મિત્ર હોય કે સાથી હોય. આપણે જે ડોક્ટર પાસે સમસ્યા જણાવવાની હતી તે જણાવી દીધી. સારવાર કરાવ્યાં બાદ આપણે બધા સવા સો લોકો સદનમાં ઊભા છીએ. આ સરહદ પર ભલે ગમે તેટલી ગોલાબારી થાય આપણે બધા અને હું કવચ, ઢાલ, ગદા અને ભાલો બનીને બધાને સુરક્ષિત રાખીશ.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube